Contact Lenses Removed By Doctors: આંખ તે શરીરનું સૌથી સંવેદનશીલ ભાગમાંથી એક છે. એટલા માટે તેની સંભાળ પણ તેવી રાખવામાં આવે છે, નહીં તો ઘણું નુકસાન થઈ શકે છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ લાપરવાહીના કારણે આંખોને ઘણું નુકસાન થયું છે. તે બાદ ડોક્ટરે તેની આંખનું ઓપરેશન કરીને આંખોમાંથી 23 કોન્ટેક્ટ લેન્સ કાઢ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અમેરિકાના એક હોસ્પિટલની છે. ત્યાં એક મહિલાની આંખોમાં પ્રોબ્લેમના કારણે તેને કોન્ટેક્ટ લેન્સ પહેરાવનું શરૂ કરી દીધું. એક દિવસ તે કોન્ટેક્ટ લેન્સ કાઢવાનું ભૂલી ગઈ અને તેને લાગ્યું કે લેન્સ પડી ગયો છે. તે બાદ તેણે નવો કોન્ટેક્ટ લેન્સ ખરીદીને પહેર્યા. ચોંકાવનારી વાત એ છે કે, આવી ઘટના મહિલાની સાથે અનેકવાર બની. તે દરેક વખતે નવો કોન્ટેક્ટ લેન્સ ખરીદતી અને પહેરતી.


આમ કરતાં કરતાં મહિલાએ 23 કોન્ટેક્ટ લેન્સ ખરીદીને પહેર્યા. પરંતુ મહિલાને લાગ્યું કે, કોન્ટેક્ટ લેન્સ તેની આંખોમાંથી આપોઆપ પડી રહ્યા છે. જો કે તેવું ન હતું. પછી એકવાર અચાનક મહિલાની આંખોમાં અતિષય દુખાવો શરૂ થઈ ગયો. મહિલા જ્યારે ડોક્ટરની પાસે ગઈ ત્યારે આખી ઘટના તેને જણાવી. મહિલાની આંખોની જ્યારે તપાસ થઈ ત્યારે સૌ કોઈ ચોંકી ગયા.


ડૉક્ટરે તપાસ કરતાં સામે આવ્યું કે, મહિલાની આંખોમાં 23 કોન્ટેક્ટ લેન્સ ચીપકેલા છે. મહિલા રોજ રાત્રે કોન્ટેક્ટ લેન્સ કાઢવાનું ભૂલી જતી હતી. અને આગલા દિવસે નવો કોન્ટેક્ટ લેન્સ લગાવતી હતી. ત્યારે ડૉક્ટરે કહ્યું કે, તમામ કોન્ટેક્ટ લેન્સ આ મહિલાની આંખોની ઉપરના ભાગમાં જઈને જમા થઈ ગયા હતા. આંખોમાંથી લેન્સ હટાવવા માટે તેમને ઘણી નાની સર્જિકલ ઈસ્ટ્રુમેન્ટનો ઉપયોગ. ડૉક્ટરે આ મહિલાની આંખોમાંથી તમામ કોન્ટેક્ટ લેન્સ કાઢી નાખ્યા.